ભારતીય બંધારણના અનુચ્છેદ 5 થી અનુચ્છેદ 11 માં એકલ નાગરિકતાની વ્યવસ્થા કરાઈ છે.
અનુછેદ-5
બંધારણ લાગુ થયાના સમયે ભારતીય મુળના વ્યક્તિ ભારતની નાગરિકતાનો હક્કદાસ બની શકશે.
અનુછેદ-6
કોઈ વ્યક્તિ 19 જુલાઈ 1948 પહેલા પાકિસ્તાનથી પ્રવાસ કરીને ભારતમાં આવ્યો હોય તેને બંધારણના પ્રારંભમાં ભારતનો નાગરિક સમજવામાં આવશે.
અનુચ્છેદ-7
1 માર્ચ 1947 પછી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ અને પાછળથી ભારત પરત આવેલ હોય તેવા ભારતીય નાગરિકતા મેળવી શકશે.
આપણ જરુર વાંચો - Bhartiya Bandharan ma Nagriktva – ભારતીય બંધારણ માં નાગરિકત્વ – GK
અનુચ્છેદ-8
કોઈ વ્યક્તિ અથવા તેના માતા-પિતામાંથી કોઈ અથવા દાદા-દાદી કે નાના-નાનીમાંથી કોઈ ભારત શાસન અધિનિયમ, 1935માં ભારતમાં જન્મ્યાં હોય અને તે વિદેશમાં રહેતાં હોય તો તેને ભારતની નાગરિક ગણવામાં આવશે.
અનુછેદ-9
કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છાથી બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારે તો તેને ભારતની નાગરિક ગણવામાં આવશે નહિ.
અનુચ્છેદ-10
નાગરિક હકોનું સાતત્ય સંસદે બનાવેલ કાયદાને આધીન રહેશે.
અનુચ્છેદ-11
નાગરિકત્વનો સ્વીકાર અને ત્યાગની બાબતમાં સંસદની સત્તાઓ. ભારતમાં એકલ નાગરિકત્વનો સિદ્ધાંત સ્વીકારાયો છે એટલે કે નાગરિકત્વ કેન્દ્ર (સંઘ) નું આપવામાં આવે છે, રાજ્યનું નહિ.
- આ પણ જરુર વાંચો.
- Bhartiya Bandharan ma Nagriktva – ભારતીય બંધારણ માં નાગરિકત્વ – GK
- Bhartiya Bandharan Na Sangh ane Rajyakshetra – ભારતીય બંધારણ ના સંઘ અને રાજ્યક્ષેત્ર – GK Online
- Bhartiya Bandharan na Videshi Stroto – ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોતો –
- Panchayati raj divas – પંચાયતી રાજ દિવસ – 24 April
- How to Pay Electricity Bill Online In Gujarat | Check Your Bill Now – વીજળી બિલ ઓનલાઇન કેવી રીતે ભરી શકાય ગુજરાત માં
Post a Comment