સંઘ અને રાજ્યક્ષેત્ર
અનુચ્છેદ 1
ભારત એ ‘રાજ્યોનો સંઘ’ (Union of States) છે. પ્રથમ અનુસૂચિમાં અત્યારે 29 રાજ્યો અને 7 સંઘરાજ્યો (કેન્દ્રશાસિત પ્રદેશો)નો સમાવેશ થયેલો જોવા મળે છે.
અનુચ્છેદ 2
ભારતસંઘમાં નવાં રાજ્યોનો પ્રવેશ, સ્થાપના કરી શકાય.
અનુચ્છેદ 3
સંઘ દ્વારા કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકાય કે વધારી શકાય તેમજ અનેક ક્ષેત્રોને ભેગાં કરી નવા રાજ્યનું નિર્માણ કરી શકાય અને રાજ્યની સીમાઓ અથવા તેના નામમાં પરિવર્તન કરી શકાય.
અનુચ્છેદ 4
નવાં રાજ્યોની સ્થાપના અથવા તેનો પ્રવેશ વગેરે અનુ. -368ના અર્થમાં બંધારણીય સુધારો ગણાશે નહીં. એટલે કે તેને કોઈ પણ વિશેષ પ્રક્રિયા કર્યા વગર સામાન્ય બહુમતથી પસાર કરી શકાય છે.
આ જરુર વાંચો – ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોતો – Bhartiya Bandharan na Videshi Stroto
Post a Comment